છોટાઉદેપુર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે જુનિયર બ્યુટી પ્રેકટિશનર તાલીમનો શુભારંભ

મુકેશ પરમાર,,, નસવાડી
છોટાઉદેપુર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (આરસેટી) છોટાઉદેપુર દ્વારા ૩૫ દિવસની રહેણાક જુનિયર બ્યુટી પ્રકટિશનર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે હેતુથી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ દરમ્યાન બહેનોને મેનિક્યોર, પેડિક્યોર, નેઈલ આર્ટ, સ્પા પરિભાષા, હેર & બોડી મસાજ, હાઈડ્રા ફેશિયલ્સ, દુલ્હન મેકઅપ વગેરે શિખવવામાં આવશે.તાલીમ દરમિયાન સંસ્થાના નાંણાકીય સાક્ષરતાના સલાહકાર મુકેશ પરમાર દ્વારા બૅન્કિંગ સેવાઓ અને નાંણાકીય જાગૃતિ માટેની માહિતી જેમાં બેંકિંગ સેવાઓ જેમ કે બચત ખાતું, રિકરિંગ ખાતું, ફિક્સ ડિપોસીટ ખાતું, વીમા પ્રોડક્ટ પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં યોજના, અટલ પેન્સન યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ બેન્કની નાણાકીય લેવડ-દેવડ(જમા-ઉધાર) વિગતવાર માહિતી આપવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી રાહુલ જોશી, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી પિનાકીન ભટ્ટ, ફેકલ્ટી કિરણ પરમાર સહીત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




