GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

મહેસાણા જિલ્લાના અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો

સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે એક ઉત્તમ ઉદાહરણ

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર ,મહેસાણા

મહેસાણા જિલ્લાએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ અંતર્ગત ભારતને સ્ટાર્ટઅપ નેશન બનાવવાનો ધ્યેય રજુ કરેલ છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે ભારતમાં સર્વપ્રથમ ડીસ્ટ્રીક ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ મિશનનું ગઠન મહેસાણા જિલ્લામાં ઉભું કરવામાં આવેલ છે. આ સ્ટાર્ટઅપ મહેસાણા મોડલ ભારતના 750 જેટલા તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાટે તૈયાર થઇ ગયેલ છે.
અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 100 કરતા વધારે કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમાં 50000 કરતા વધારે વિદ્યાર્થીઓ, યુવાનો, ઉદ્યોગસાહસિકો, શિક્ષકો અને સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યાં છે.
આ મિશનમાં ગવર્મેન્ટ સંસ્થાઓ, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ, ખાનગી કંપનીઓ, ઔદ્યોગિક સંસ્થાઓ સાથે મળીને જિલ્લાને ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને ઉદ્યમસાહસિકતામાં આગળ વધારવા માટે મહત્વનો ફાળો ભજવ્યો હતો.

સ્ટાર્ટઅપના પાસાઓ
 આઈડિયા સ્ટેજ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કક્ષાએથી અમૃતકાલના યુવા પેઢીને પોતાના આઈડિયા ઉપર સૃજનાત્મત્ક સાથે ઇનોવેટિવ કામ કરવા માટે પ્રેરણા તથા માર્ગદર્શન મળે તે હેતુથી સ્કૂલ ઇનૉવેશન કાઉન્સીલ યોજના લાગુ કરવામાં આવી છે. સાથે સાથે શિક્ષકોને પણ ઇનોવેશન મેન્ટોર ટીચર બનવાનું સૌભાગ્ય મળ્યું જેથી તેમની આધુનિક ટ્રેનિંગના કારણે અનેક વિધાર્થીઓ નું સ્ટાર્ટઅપ ફાઉન્ડર બનવાનું લક્ષ્ય બન્યું. આ કાર્ય માં અટલ ટિન્કરિંગ લેબ, આધુનિક ફેબલેબ તથા સ્ટીમ (STEM) એજ્યુકેશન મહત્વનો ભાગ રહેશે.
 પ્રોટોટાઇપ / પ્રોડક્ટ સ્ટેજ
ગુજરાત રાજ્ય સરકારની SSIP પોલિસી એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પૉલિસિ અંતર્ગત સ્ટાર્ટઅપને રૂ. 2.5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ ઇનોવેશન, પેટન્ટ, પ્રૂફ ઓફ કોન્સેપટ તથા પ્રોટોટાઇપિંગ માટે વિવિધ પ્રોગ્રામ કરવામાં આવ્યા જેના થકી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને સક્ષમ સ્ટાર્ટઅપ બનાવવામાં મદદરૂપ બને છે. આ સ્ટેજમાં તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયનું મહત્તવપૂર્ણ યોગદાન છે.
 ઇન્ક્યુબેશન અને એક્સીલરેશન સ્ટેજ
નવા ઉદ્યોગો સ્થાપિત થયા પછી તેને મારકેટ સુધી લઇ જવા માટે તથા આજની ઉદ્યોગલક્ષી વિચારસરણી અને કૌશલયવર્ધન થકી વિશ્વ સ્તરે મહેસાણાના યુવાનો પહોંચી શકે તે માટે સપોર્ટ પૂરું પાડવું
 એંજલ તથા VC ફંડિંગ સ્ટેજ
સ્થાનિક યુવાનોના સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માટે સ્થાનિક ઇન્વેસ્ટરસ દ્વારા “નોર્થ ગુજરાત એંજલ ઇન્વેસ્ટર નેટવર્ક” નું પ્રયોજન કરવામાં આવ્યું છે. રોકાણ કરવાની ગતિવિધિની શરૂઆત થઇ ગઈ છે.

ડિસ્ટ્રિક્ટ ઈનોવેશન હબ,

મહેસાણા જિલ્લાને દરેક ક્ષેત્રમાં પ્રગતિ પ્રદાન કરવા માટે, એક ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન હબ તૈયાર થઈ રહ્યું છે. આ હબ તમામ સ્ટેકહોલ્ડર્સને માર્ગદર્શન પૂરું પાડશે અને અનેક વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ સાથે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશનને આગળ ધપાવશે. આ હબ સરકારી ક્ષેત્ર, ઔધોગિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને એક કોમન પ્લેટફોર્મ પૂરું પાડશે. સમગ્ર દેશમાં આ પ્રકારનું પ્રથમ જિલ્લા કક્ષાનું ઇનોવેશન હબ છે.

આ મિશનમાં તમામ રાજકીય પ્રતિનિધિઓએ સક્રિયપણે ભાગ લીધો છે અને સ્ટાર્ટઅપ મહેસાણા મોડલ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રને મજબૂત ટેકો પૂરો પાડયો છે.
SKOCH એવોર્ડ
SKOCH ગ્રૂપ દ્વારા સ્થપાયેલ SKOCH એવોર્ડએ તમામ ક્ષેત્રોમાં શાસન, નવીનતા અને સસસ્ટેનેબલ ડેવલપમેન્ટ શ્રેષ્ઠતા માટે ભારતના સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે. તે સામાજિક અને આર્થિક પરિણામોને સુધારવામાં અસાધારણ યોગદાનને માન્યતા આપે છે.

Back to top button
error: Content is protected !!