વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ આહવાથી મહારાષ્ટ્રનાં નવાપુર તરફ જઈ રહેલ ઈકોગાડી.ન.એમ.એચ.15.જે.ડબ્લ્યુ.8899 જે આહવાથી સુબિરને જોડતા રાજય ધોરીમાર્ગનાં ઘૂબડીયા ફાટક પાસે ઇકો ગાડીનાં ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર ઈકોગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ઈકોગાડીને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલકને ઇજાઓ પોહચવાની સાથે ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.