MORBI:મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નંબર 2 માં વાર્ષિકોત્સવ રંગોત્સવ ઉડાન કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નંબર 2 માં વાર્ષિકોત્સવ રંગોત્સવ ઉડાન કાર્યક્રમ યોજાયો
(મોહસીન શેખ દ્વારા મોરબી)મોરબી : મોરબીમાં દરબાદગઢ ચોક ખાતે આવેલી પીએમશ્રીતાલુકા શાળા નંબર 2માં બાળકોમાં રહેલી સુષપ્ત શક્તિઓબહાર આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે માટે અહીંનાશિક્ષકો તન મન અને ધન લગાડીને બાળકો માટે ભવ્યથી ભવ્યસાંસ્કૃતિક કૃતિઓની ભરમાળ સાથે વાર્ષિકોત્સવ રંગોત્સવ”ઉડાન” એક નયી સોચ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પીએમશ્રી તાલુકા શાળાનું રિનોવેશન થતા નાયબ જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાનું રીબીન કાપીને ઉદઘાટનકરાયું હતું. કાર્યક્રમના સુચારું આયોજનના ભાગરૂપે આચાર્ય દ્વારાઅપડેટ સાઉન્ડ સિસ્ટમ, વિશાળ રંગમંચ, કેમેરા અને વીડિયોગ્રાફીસાથે શાળા સંકુલને શણગારી રંગેચંગે ઉજવણી કરવામાં આવતાવિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહના પ્રાણ વાયુ પૂરાયા હતા.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરચર,વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરા, મોરબી HTATસંઘના મંત્રી મુકેશભાઈ, જિલ્લા પ્રાથમિક સંઘ પ્રમુખ દિનેશભાઈહુંબલ, જિલ્લા પ્રાથમિક શે. સંઘ મહામંત્રી કિરણભાઈ કાચરોલાવગેરે મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાંઆવ્યો હતો. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશનકરનાર વિદ્યાર્થીઓ તથા શાળાના કર્મનિષ્ઠ શિક્ષકો, મધ્યાહ્રનાભોજનના કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપી સન્માનિતકરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નવયુગ સંકુલના ટ્રસ્ટી પી.ડી કાંજીયા દ્વારા પ્રસંગઅનુરૂપ પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમને વિદ્યાર્થીઓની,ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ, શિક્ષકો, સ્થાનિક લોકો, દાતાઓ, ભૂતપૂર્વશિક્ષકો, આચાર્ય અને વાલીના સહયોગ કરાતા ભવ્યથી ભવ્ય રીતેઉજવાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનામદદનીશ શિક્ષક પ્રહલાદસિંહ જાડેજાએ ભારે જહેમત ઉઠાવી










