AHAVADANGGUJARAT

ડાંગ:વઘઇ આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીક ટામેટાનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિકથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ પિકઅપ ગાડી.ન.એમ.એચ.15.જે.સી.0718 જે સાપુતારાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં વઘઇ આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા માર્ગની ડિવાઇડર સાથે અથડાઈને ધડાકેભેર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટામેટાનો જથ્થો સહીત પિકઅપ ગાડીને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..

Back to top button
error: Content is protected !!