GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના નાડા બાયપાસ પાસે હાઈવે પર અકસ્માત: સ્કોર્પિયોની ટક્કરે ઈકો ગાડી 15- 25 ફૂટ ખાડામાં ફંગોળાઈ, 6 લોકો ઘાયલ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા બાયપાસ પાસે આવેલ બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે ઈકો ગાડીને અડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો ગાડી રોડની બાજુમાં આવેલ અંદાજે 15 થી 25 ફૂટ ઊંડા ખાડામાં ફંગોળાઈ ગઈ હતી.

 

 

અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈકો ગાડીમાં સવાર છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાને કારણે ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી તમામ છ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા.

 

 

બનાવની જાણ થતા જ શહેરા પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોની પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી.

 

આ અકસ્માતમાં 6 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે

Back to top button
error: Content is protected !!