BANASKANTHAGUJARATKANKREJ

થરા નચિકેતા સંસ્કારધામમાં નખશિખ નચિકેતા નામે વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો..

થરા નચિકેતા સંસ્કારધામમાં નખશિખ નચિકેતા નામે વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો..

થરા નચિકેતા સંસ્કારધામમાં નખશિખ નચિકેતા નામે વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરે આવેલ અદભુત અને અનન્ય સાંસ્કૃતિક સંસ્થા નચિકેતા સંસ્કાર ધામમાં નખશિખ નચિકેતા નામે વાર્ષિક ઉત્સવ તા. ૧૭/૦૨/૨૦૨૬ ને મંગળવાર ના તોજ ઉજવાઈ ગયો.સવારે ૧૧ થી પ ના પૂર્ણ દિવસનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ બે સત્રમાં યોજાયો હતો પ્રથમ સત્રના અધ્યક્ષ સ્થાને કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ નટવરભાઈ પટેલ,મુખ્ય મહેમાન પ્રકાશભાઈ પીલીયાતર, પ્રકાશભાઈ પટેલ,નરેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક વિભાગનો રંગારંગ કાર્યક્રમ પણ આ સત્રમાં યોજાઈ ગયો.બીજા સત્રમાં અધ્યક્ષ બનાસબેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,મુખ્ય મહેમાન એપીએમસી થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના સંગઠન મંત્રી ડૉ.રમેશભાઈ ચૌધરી,સંસ્થાના પ્રમુખ બાબુભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.એજ્યુકેશન ઈન્સ્પેક્ટર ગીતાબેન ચૌધરી, ડીસા પ્રાંત અધિકારી કિશાનદાન ગઢવી, થરા પીઆઈ કે.બી. દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રાથમિક- માધ્યમિક વિભાગ અને કોલેજ ના વિદ્યાર્થીઓએ ભાતીગળ અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ૧૭ થી વધુ કૃતિઓ રજુ કરી હતી.ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓને ભાવભરી વિદાય આપવામાં આવી.વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું વિવિધ શિલ્ડ અને ટ્રોફી થી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગને સફળ બનાવવા સમગ્ર કર્મયોગી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમા રિટાયર્ડ આચાર્ય પ્રવીણાબેન રાવલ, રિટાયર્ડ શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિ માંડલા,રંગુજી રાઠોડ મોટાજામપુર,બાબરભાઈ દેસાઈ ઝોટાડા,લાલભા ઝાલા (પાલિકા),ગીરીશભાઈ શાહ બનાસબેંક, તેજલબા વાઘેલા સહીત વિશાળ સંખ્યામાં વાલીગણ, શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!