
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
મેઘરજ : એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો
ચાલુ સપ્તાહ દરમિયાન મેઘરજ સ્થિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે બે દિવસીય વાર્ષિક રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પરેડ, લેજિમ તથા ડમ્બલ્સના દાવ, કબડ્ડી, ખોખો, વોલીબોલ સહિત 15 કરતાં વધુ ટીમ અને વ્યક્તિગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.બે દિવસ સુધી ચાલેલા રમતોત્સવ દરમિયાન વિવિધ રમતોમાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને મેડલ અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમમાં સક્રિય ભાગ લઈ વિદ્યાર્થીઓને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ રમતોત્સવના આયોજનથી વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેની રસ, શિસ્ત અને ટીમભાવનાનો વિકાસ થયો હોવાનું શાળા પ્રશાસન દ્વારા જણાવાયું હતું.





