વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ એમ.બી ગામીતની આગેવાનીમાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ તેમજ તાલુકાના રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેરગામ પોસ્ટ ઓફિસ પાસેથી ૨૨ જૂને સાંજે સાડા પાંચ વાગ્યે ઝેરી ડ્રગ્સ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલી મેઈન બજાર,ઝંડા ચોક,મહાત્મા ગાંધી સર્કલ,બાબા સાહેબ આંબેડકર સર્કલથી જનતા મીલ બજાર થઈ એક જનજાગૃતિની રેલી કાઢી હતી. સમાજમાં ડ્રગ્સનો દુરુપયોગ માત્ર ગેરકાયદેસર નથી,પરંતુ તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે, જેનાથી તમારો જીવન સંસાર, નોકરી અને જીવન પર નકારાત્મક અસરો થાય છે. વધુમાં,તે છોડવું મુશ્કેલ છે, તેનો ઉપયોગ કરવાથી તમે વધુને વધુ તેની લત માં ઊંડા ઉતરો છો અને તમને ડિપ્રેશનમાં સરળતાથી સપડાવે છે.જો તમે તેના વ્યસની છો તો તમે ડ્રગ્સ ઓવરડોઝથી મૃત્યુ પામી શકો છો.લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલીમાં બંધ કરો બંધ કરો ડ્રગ્સનો નશો બંધ કરો કુછ પલ કી મજા સારી જિંદગી ભર કી સજા જેવા સૂત્રોચાર સાથે રેલી પોસ્ટ ઓફિસ પાસે સમાપ્ત થઈ હતી.જેમાં પીએસઆઇ એમ.બી.ગામિત સાથે તમામ એએસઆઈ પોલીસ કર્મીઓ રાજકીય આગેવાનોમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલ,ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાડાવાલા,ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ,યુવા પ્રમુખ ચેતનભાઇ પટેલ,ખેરગામ ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીગ્નેશ પટેલ, કેટલાક ગામોમાં સરપંચો,વેપારી અગ્રણીઓ, ભૌતેષ કંસારા,નારણભાઈ વિગેરે ઉત્સાહભેર જોડાયા હતા.