
તા. ૧૪. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર

Sanjeli:સંજેલી આદિવાસી પરિવાર દ્વારા સંજેલી મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ધાનપુરના પીપેરો ચોકડી પાસે બનાવવામાં આવેલા બિરસમુંડા સર્કલ માં સ્થાપિત મૂર્તિને વહીવટીતંત્ર દ્વારા હટાવવાની તજવીજના વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લા આદિવાસી પરિવારમાં રોષ વ્યાપ્યો છે તથા બે આદિવાસી યુવાનોની કેવડિયા ખાતે થયેલ હત્યાના સંદર્ભમાં કેવડિયા ખાતે બની રહેલ મ્યુઝિયમમાં ઢોર માર મારતા થયેલ હત્યા બાબતમાં થયેલ પોલીસ ફરિયાદમાં sou સ્ટેચુ ઓફ યુનિટી સત્તા મંડળ તથા એજન્સીના માલિકનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં અને કડકમાં કડક સજા કરી આદિવાસી સમાજને ન્યાય આપવામા મામલતદાર સંજેલીને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ



