
તા.૨૨.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ :- ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા તારીખ 20/1/2026 ના રોજ ગુજરાત આદિવાસી સમાજ દ્વારા ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ ને આવેદનપત્ર આપવામાં આવ્યું
મળતી માહિતી મુજબ વર્ગ 3 ની તમામ પરીક્ષામાંથી 40 ટકા જોગવાઈ તાતકાલિક હટાવવામાં આવે આવનાર સમયમાં જે પણ પરિણામ આપવામાં આવે તેમાં બંધારણીય જોગવાઈઓ મુજબ આદિવાસી ઉમેદવારો ની સીટ આદિવાસી ઉમેદવારથી ભરવા માટે માંગ ચૈતરભાઇ વસાવા લક્ષ્મણ વડકીયા દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત વધુમાં બિન આદિવાસી ઉમેદવારોથી સીટ ભરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બંધારણના અનુચ્છેદ 335 16(4) 82 મા બંધારણીય સુધારા 2000 મુજબ તાત્કાલિક ધોરણે જે ભરતીઓ હાલ ચાલુ છે તેમાં છૂટછાટ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તાતકાલિક ધોરણે 18.5 2023 નું નોટીફીકેશન રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો સામાન્ય વહિવટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નિયમો બંધારણ સાથે સુસંગત ના હોવાથી તાતકાલિક ૧૫ દિવસ માં રદ કરવામાં નહીં આવે તો વિધાનસભામાં તમામ લોકોને સાથે રાખીને વિરોધ કરવાની વાત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં યુવાનો ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડની બહાર ઉપસ્થિત રહ્યા હતા. વાલ્મીકિ મંડળના પ્રમુખ સમશેરસિહ બારીયા, એલજે ચારેલ, બ્રિજેશભાઇ ,હેતલબેન અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.





