GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અને અ.પો.કો.લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા…

વાત્સલ્યમ સમાચાર નવસારી: તા.૧૩

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અમૃતભાઈ મગનભાઇ વસાવા તેમજ અ.પો.કો.ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને એસીબીના છટકામાં લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

પ્રાપ્ત માહિતી મુજબ એસીબીમાં ફરિયાદ આપનાર
પ્રોહિબિશનના કેસમાં આરોપી હતા. તેઓ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. જામીન મુજબ અટક કરી મુક્ત કરવાની કાર્યવાહી એવેજ પેટે પીએસઆઇ અમૃતભાઈ વસાવાએ રૂપિયા ૪૦,૦૦૦ હજારની માંગણી કરી હતી. તેમણે આ રકમ અ.પો.કો. ચિરાગ રાઠોડને આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હતા અને તેઓ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકાનું આયોજન હાથ ધર્યું હતું.આ છટકા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યું હતું.જ્યારે પીએસઆઇ અમૃતભાઈ વસાવા  ત્યાં હાજર ન હતા. એકબીજાની મદદગારીથી ગુનો કર્યો હોવાથી બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી એસીબી સુરત એકમના પી.આઈ. કે.આર.સક્સેનાના નેતૃત્વમાં કરવામાં આવી. મદદનીશ નિયામક આર.આર.ચૌધરીએ સુપરવિઝન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!