GUJARATKARJANVADODARA

મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી..

કરજણ તાલુકા ની ગ્રામ પંચાયતો માં સામાજિક ન્યાય સમિતિ રચના કરી બંધારણ મારફતે મળેલા મૂળભૂત અધિકારો નો અમલ કરવા આવેદનપત્ર આપ્યું

નરેશપરમાર.કરજણ,

કરજણ તાલુકામાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ દરેક ગ્રામ પંચાયત માં નવી પંચાયત બોડી અમલ માં આવી છે ત્યારે દરેક ગ્રામ પંચાયત માં પંચાયત ધારા કલમ – ૯૨ હેઠળ સામાજિક ન્યાય સમિતિ રચના કરવી ફરજિયાત છે આ સમિતિ માં ચૂંટાયેલા અનુ.જાતિ અને અનુ. જન જાતિ ના સભ્ય અઘ્યક્ષ બને છે. અને તલાટી ક્રમ મંત્રી શ્રી મંત્રી હોય છે. આ સામાજિક ન્યાય સમિતિ ના કાર્યો અને ફરજો ૧૯૯૫ ની જોગવાઈ હેઠળ કરવામાં આવે છે. આ સમિતિ ની રચના બાદ દર ત્રણ માસે નિયમિત મિટિંગ યોજવામાં આવે અને વંચિત અને પછાત સમુદાય ના વિકાસ ના કામોના ઠરાવો કરવામાં આવે તેમજ સામાજિક ન્યાય સમિતિ ના અધ્યક્ષ ને ગ્રામ પંચાયત માં બેસવા માટે અલાયદુ ટેબલ ખુરસી આપવામાં આવે તેમજ ગ્રામ પંચાયત ના ખર્ચે લેટર પેડ અને સહી સિક્કા બનાવી આપવામાં આવે તેમજ ગ્રામ પંચાયત માં સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ અને સભ્યો ના નામ સાથે બોર્ડ ગ્રામ પંચાયત માં મૂકવામાં આવે.. તેવી રજૂઆત મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારે કરી હતી…

Back to top button
error: Content is protected !!