

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 43;
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા.
સાંસદ, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તા, અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે સાયલા A.P.M.C ખાતે બપોરે ૦૩:૦૦ કલાકે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સંપૂર્ણતા અભિયાનમાં હાજરી આપી હતી.સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ ભાવનગર જવા રવાના થયા હતા. તેમજ આ કાર્યક્રમમાં સરપંચો અને લાભાર્થીઓને સન્માનિત તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા , સુરેન્દ્રનગર લોકસભા સાંસદ ચંદુભાઈ સિહોરા, લીંબડી વિધાનસભા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિજ્ઞાસાબેન પંડ્યા, ભાજપના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો, સદસ્યો, જીલ્લા વહીવટી તંત્ર, આજુબાજુ ગામના સરપંચો, સખી મંડળ, આંગણવાડીના બહેનો, ખેડૂતો તથા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


