
વિજાપુરમાં દર્શન કરી ઘરે જતા વૃદ્ધાના ગળા માંથી 2 લાખની ચેન ઝૂંટવી બાઈક પર આવેલા તસ્કર ફરાર
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં ચેન સ્નેચિગ ની ઘટના સામે આવી જેમાં શહેરમાં આવેલા વિસનગર રોડ પર દ્વારિકા નગરી ના નાકે વૃદ્ધ દંપતી ચાલીને ઘરે જતા હતા એ દરમિયાન બાઈક પર સવાર બે તસ્કરો એ વૃદ્ધા ના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટનામાં વિજાપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાઈ છે.વિસનગર રોડ પર આવેલ દ્વારિકા નગરી સોસાયટીમાં રહેતા 75 વર્ષીય અનસૂયા બહેન સોની અને તેઓના પતિ નવનીત લાલ કાલે સાંજે સાડા છ વાગ્યે ભાવસોર પાટિયા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી ઘરે પાછા આવતા હતા.એ દરમિયાન સોસાયટીના નાકે બાઈક પર સવાર બે ઈસમો ઉભા હતા.આ દરમિયાન વૃદ્ધ દંપતી નજીક આવતા બાઈક પર સવાર તસ્કરો એ વૃદ્ધાના ગળામાં રહેલ 2 લાખ કિંમતનો સોનાનો દોરો ઝૂંટવી ભાગી ગયા હતા.સમગ્ર ઘટનામાં વૃદ્ધા એ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા.પરંતુ તસ્કરો ભાગવામાં સફળ રહ્યા હતા.સમગ્ર ઘટનામાં સોસાયટી બહાર એક બાઈક પર બે લોકો આંટા ફેરા કરતા કેમેરામાં કેદ થયા હતા.આ તસ્કરો માંથી એક તસ્કરે માથે ટોપી તો બીજા એ હેલમેટ પહેર્યું હતું.ત્યારે સમગ્ર ઘટનામાં વૃદ્ધા એ વિજાપુર પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે




