વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા નજીક એક ST બસ રોડ સાઈડ પર ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, 5 જૂનના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ આહવા-વઘઈ રોડ પર આવેલા ઘોઘલી ઘાટ પાસે આ ઘટના બની હતી.આહવાથી બીલીમોરા જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)ની બસ નંબર GJ -18 -Z -5087ના ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.જેના પરિણામે બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી.ઘટના બનતા જ આસપાસના લોકો અને મુસાફરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. જોકે, બસ ધીમી ગતિએ રોડ પરથી ઉતરી હોવાથી અને ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાયો ન હતો.તથા બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યુ છે..