GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે સરકારી અંધશાળા જૂનાગઢ ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે સરકારી અંધશાળા જૂનાગઢ ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે સરકારી અંધશાળા જૂનાગઢ ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો હતો.
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ– SIR ૨૦૨૫ અંતર્ગત અંધશાળા જૂનાગઢ ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ખાસ સધન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ મતદાર યાદી સુધારણા અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા.૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ યોજાનાર વિશેષ કેમ્પોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.



