
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢ ખાતે મધર ડેરીમાં અવેરનેસ કેમ્પ યોજાયો હતો.મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ– SIR ૨૦૨૫ અંતર્ગત મધર ડેરીમાં અવેરનેસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ખાસ સધન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.તેમજ મતદારોએ ભરવાના થતા ગણતરી ફોર્મ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા. ૧૫ અને ૧૬ નવેમ્બર અને ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વિશેષ કેમ્પોનું આયોજન થનાર છે. જેમા જિલ્લાના તમામ મતદારોને નજીકના મતદાન મથક પર પહોંચી પોતાની વિગતોની તપાસ કરવા , જરૂરી સુધારા કરરવા અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનવા પણ જણાવવામાં આવ્યુ હતુ
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





