AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના શામગહાન ખાતે જાતિગત સંવેદનશીલતા,મહિલા વિરુદ્ધ ઘરેલુ હિંસા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા-ડાંગ દ્વ્રારા “મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન” અંતર્ગત આહવા તાલુકાના શામગહાન ખાતે જાતિગત સંવેદનશીલતા અને ઘરેલુ હિંસા વિષયક જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહિલા અને બાળ અધિકારી ડો.મનીષાબેન મુલતાનીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, તારીખ ૨૫ નવેમ્બર થી તા. ૧૦ ડિસેમ્બર સુધી મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાનના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

જેનો મુખ્ય હેતુ કિશોરીઓ વિરુદ્ધ થતી લૈંગિક, શારીરિક, માનસિક, ઘરેલુ, સામાજિક અને સાયબર આધારિત હિંસા સામે જાગૃતિ લાવવાનો, તેમના અધિકારો, કાયદાકીય રક્ષણ અને સહાય સેવાઓ અંગે માહિતી પહોંચાડવાનો છે.

આ અભિયાન દરમિયાન ધરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫, પોક્સો અધિનિયમ, દહેજ પ્રતિબંધ કાયદો, સાયબર સુરક્ષા કાયદા, 181 મહિલા હેલ્પલાઈન, 1098 ચાઈલ્ડલાઈન જેવી સહાય સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવશે તેમજ રેલી, નાટક, માર્ગદર્શન સત્રો, તાલીમ, વર્કશોપ, ચર્ચા, પોસ્ટર અભિયાન અને સમુદાય આધારિત ભાગીદારી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સન્માન, સમાનતા, સુરક્ષા અને મહિલા અધિકારો પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જાગૃતિ મહિલા ફેડેરેશનના પ્રમુખ શ્રીમતિ મીરાબેન અને AKRSPનાં શ્રી સંદીપભાઈ ઉપસ્થિત રહ્યાં. તેઓએ સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતાની જગૃતિ, જાતિ આધારિત ભેદભાવના દૂષણો અને સામાજિક સંરચનામાં સકારાત્મક સંવાદની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું. તેમના સંબોધનમાં લૈંગિક આધારે થતી હિંસા માત્ર કાયદાકીય મુદ્દો નહિ પરંતુ માનસિકતા અને સ્વીકાર્યતાની સમસ્યા છે, તે બાબતને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવી.

કાર્યક્રમમાં વિવિધ તજજ્ઞોએ ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જાગૃતિ મહિલા ફેડેરેશનના બહેનો, પશુ સખી, આરોગ્ય સખી નાગરિક મિત્રો રેમ્જ સ્વ સહાય જુથના બહેનોની સક્રિય હાજરી જોવા મળી. પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લેનારા લાભાર્થીઓને શંકાઓના નિવારણ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ અંતે “હિંસા મુક્ત સમાજ – સશક્ત મહિલા, સુરક્ષિત ભવિષ્ય”નો સંકલ્પ લેવાયો હતો.

 

Back to top button
error: Content is protected !!