
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : દધાલીયા ગામની હાઈસ્કૂલમાં ફાયર સેફ્ટી અને ભૂકંપ,પૂર જેવી આકસ્મિક ઘટનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દધાલીયા ગામે આવેલ હાઈસ્કૂલમાં આજે ફાયર સેફ્ટી તથા ભૂકંપ, પૂરની જેવી આકસ્મિક આફતો દરમિયાન કેવી રીતે સુરક્ષિત રહેવું તેની જાણકારી આપવા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમ્યાન નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને આગની ઘટનામાં ફાયર એક્સટિંગ્વિશર સહિતના ફાયર ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, આગ સમયે પ્રાથમિક સાવચેતી શું રાખવી અને સમયસર બચાવ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ માહિતી આપી.સાથે સાથે ભૂકંપ અને પૂર જેવી પરિસ્થિતિઓમાં સુરક્ષિત સ્થળે પહોંચવાની રીતો, ઈમર્જન્સી પ્રતિભાવ પ્રક્રિયા તથા જાતસુરક્ષા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો





