ARAVALLIGUJARATMODASA

મોડાસા તાલુકામાં એન.એસ.એસ. કેમ્પ દરમિયાન અગ્નિસુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા તાલુકામાં એન.એસ.એસ. કેમ્પ દરમિયાન અગ્નિસુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પાલનપુર (સબલપુર) ખાતે એન.એસ.એસ. કેમ્પમાં ફાયર વિભાગ દ્વારા અગ્નિસુરક્ષા અંગે માર્ગદર્શન વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને આગથી બચાવ અંગે ફાયર વિભાગ દ્વારા તાલીમ અપાઈ

મોડાસા તાલુકાના પાલનપુર (સબલપુર) ખાતે ગુજરાત ઇન્જીનિયરીંગ કોલેજ દ્વારા તા. ૧૬/૦૨/૨૦૨૬ થી તા. ૨૨/૦૨/૨૦૨૬ એન.એસ.એસ. કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ અંતર્ગત મોડાસા ફાયર વિભાગ દ્વારા અગ્નિસુરક્ષા તથા આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા હાજર વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને આગ લાગવાની ઘટનામાં કેવી રીતે પોતાનો અને અન્ય લોકોનો બચાવ કરી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત આગ તથા અન્ય આપત્તિના સમયમાં ઉપયોગમાં લેવાતા રાહત અને બચાવના સાધનોનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા ઉપસ્થિત તમામ લોકોને આપત્તિના સમયે સચોટ અને ઝડપી કામગીરી અંગે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.આ કાર્યક્રમ ગુજરાત ઇન્જીનિયરીંગ કોલેજના એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર પ્રો. અંકિત પટેલ તથા જિલ્લા કાર્યક્રમ અધિકારી (ડી.પી.ઓ.) ના માર્ગદર્શન અને આયોજન હેઠળ સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં અગ્નિસુરક્ષા અને આપત્તિ સમયે સતર્કતા અંગે જાગૃતિ ફેલાઈ હતી.

Back to top button
error: Content is protected !!