HALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે બનેલી ગુડ્સ રોપ વે તૂટવાની દૂર્ઘટનામાં કોની નિષ્કાળજી,જિલ્લા કલેકટરે ઘટના સ્થળની મુલાકાત લીધી, તટસ્થ તપાસ થશે

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૯.૨૦૨૫

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ માચી ખાતે આવેલ માલવાહક રોપવે માં શનિવારે અકસ્માત થતાં છ લોકોના મોત થયા હતા જે સંદર્ભે પંચમહાલ કલેકટર દ્વારા તપાસ સમિતિની રચના થતા તપાસ સમિતિ નો ધમધમાટ શરૂ થઈ ગયો છે.શનિવારના રોજ પાવાગઢ ખાતે માલવાહક રોપ વે ની દુર્ઘટનામાં છ લોકોના મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા કલેકટર દ્વારા આ અકસ્માત કયા કારણસર થયો તે બાબતને લઈ ગત રોજ થી ૪, સદસ્યો વાળી તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન ઇલેક્ટ્રિકલ, કાર્યપાલક ઇજનેર મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આમ ચાર સિનિયર અધિકારીઓ ની ટીમ ને ગતરોજથી જ આ બનાવની તપાસ કામગીરી લેવામાં આવી છે.જ્યારે રવિવારે વહેલી સવારથી તપાસ સમિતિએ ઘટના સ્થળે પહોંચી વહીવટી તંત્ર તેમજ પોલીસને સાથે રાખી તેઓને કામગીરી આરંભી દેવામાં આવી હતી. તપાસ સમિતિએ તેઓની કામગીરી શરૂઆત જિલ્લા કલેકટર ની હાજરી સાથે કરી હતી.જ્યારે આ સમયે જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ તપાસ સમિતિનો પ્રાથમિક અહેવાલ આવવાનો બાકી છે. સાથે સાથે પોલીસ તેમજ એફએસએલ ની તપાસ પણ ચાલુ છે.જોકે ટેકનિકલ સમિતિ અને એફએસએલ સાથે પ્રાથમિક તબક્કે વાત કરતા જાણવા મળ્યું છે કે ટાવર નંબર ૩, અને ટાવર નંબર ૪ ની વચ્ચે નો રોપવે નો મુખ્ય કેબલ તૂટી જવાના કારણે ગાઈડ કેબલ સાથે ટ્રોલી સિદ્ધિ નીચે એક નંબરના ટાવર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને આ ઘટના બની હતી.જેમાં ટ્રોલી માં સવાર છ લોકોના મોત નીપજ્યા હતા. વધુમાં કલેકટર ના જણાવ્યા અનુસાર જે રોપ તૂટ્યો છે. તેના બંને છેડા શોધવાની કામગીરી હાલમાં ચાલુ છે.પરંતુ વરસાદી વાતાવરણ હોવાને કારણે તેમાં સમય લાગી રહ્યો છે રોપ ના બંને છેડા શોધ્યા બાદ તે તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવશે એફએસએલની તપાસ માં અકસ્માતનું મુખ્ય કારણ જાણવા મળશે સમિતિ નો રિપોર્ટ તૈયાર થવા તરફ આગળ વધી રહ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ માહિતી મળે તેમ જણાવ્યું હતું.વધુમાં તેમને જણાવ્યું હતું કે આ રોપેલું છ મહિના અગાઉ થર્ડ પાર્ટી ટેકનિકલ ઇન્સ્પેક્શન થયું હોવાનું જણાવ્યું હતું. તે ઇન્સ્પેક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું જેમાં વાયર કેબલની પણ તપાસ કરવામાં આવી હતી. આ અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ સમિતિના રિપોર્ટ બાદ જ જાણવા મળશે છેલ્લા બે દિવસથી વાતાવરણ ખરાબ હોવાના કારણે બાજુમાં આવેલ અન્ય એક પેસેન્જર રોપ વે બંધ કરવામાં આવ્યો છે.આવનાર સમયમાં વાતાવરણ સુધારતા સેન્સર ના ડેટા મેળવી આ રોપ વે પણ શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.વધુમાં આ ઘટના કેમ બની તે જાણવા માટે તાત્કાલિક અસરથી તાંત્રિક તપાસ સમિતિ ગઈકાલથી જ કાર્યરત કરવામાં આવી છે.જ્યારે પણ તેનું તારણ સામે આવશે ત્યારે જેની સામે જવાબદારી નક્કી થશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.જોકે બનાવ સંદર્ભે પાવાગઢ પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!