MADAN VAISHNAVMarch 23, 2025Last Updated: March 23, 2025
5 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ આહવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવી દ્વારા મિશનપાડા આહવા ખાતે આવેલ ચર્ચ ખાતે સાયબર જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવા બાબતે લોકોને માહિતી આપવામાં આવી હતી.મિશનપાડા ખાતે રહેતા ઓગસ્ટિન રજવાડે નામના વ્યક્તિને થોડા દિવસ પહેલા વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો.જેમાં સામેવાળી વ્યક્તિએ પોલીસના યુનિફોર્મમાં મુંબઈ પોલીસ હોવાનું જણાવી ખોટા આરોપો જણાવી ડિજિટલ અરેસ્ટ થવાનુ જણાવ્યુ હતુ.જોકે ઓગસ્ટિન રજવાડે સાવચેત રહ્યા અને તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવાને આ ઘટનાની જાણ કરી હતી.જેના કારણે તેઓ સાયબર ક્રાઇમનો ભોગ બનતા બચી ગયા હતા.આ કાર્યક્રમમાં ઓગસ્ટિન રજવાડેએ તેમનો અનુભવ લોકો સાથે શેર કર્યો હતો અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી હતી.પોલીસે લોકોને સમજાવ્યું હતું કે, પોલીસ કે અન્ય કોઈપણ એજન્સી દ્વારા ડિજિટલ અરેસ્ટ કરવામાં આવતી નથી. આ ઉપરાંત, લોકોને સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો અને સાયબર ક્રાઇમથી બચવા માટેની મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી..
«
Prev
1
/
103
Next
»
દાહોદ ઝાલોદ રાજસ્થાન તરફ જવાના બાયપાસ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.