ગોધરા -દાહોદ હાઇવે ઉપર આવેલબભઠવાડા ટોલ પ્લાઝા ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
વર્ટેિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ ગોધરા એક્સપ્રેસવે અને એપોલો ટેલી હેલ્થના સંયુક્ત ઉપક્રમે ‘પ્રોજેક્ટ નિરામયા’ અંતર્ગત ગોધરા-દાહોદ હાઇવે ઉપર આવેલ ભઠવાડા ટોલ પ્લાઝા ખાતે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ ઉપયોગકર્તાઓ અને સ્થાનિકોમાં એચ.આઈ.વી./એડ્સ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમમાં ૨૫૦થી વધુ નાગરિકોને એડ્સથી બચવાના ઉપાયો નિયમિત તપાસ અને સારવાર અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે ગોધરા એક્સપ્રેસવેના આશિષ શેટી અને એપોલો ટેલી હેલ્થના ડૉ. હિમાલય ડામોર સહિતની ટીમે ઉપસ્થિત રહીને લોકોની ગેરમાન્યતાઓ દૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રોજેક્ટ નિરામયા હેઠળ ગોધરા-દાહોદ હાઈવે પર (ઉદય હોટેલ, વડેલાવ, સંતરોડ અને ભઠવાડા ટોલ પ્લાઝા નજીક) સોમવારથી શનિવાર સવારે ૧૦ થી ૫ દરમિયાન મોબાઈલ હેલ્થ વાન દ્વારા ટ્રક ડ્રાઈવરો માટે વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં MBBS ડોક્ટર દ્વારા જનરલ ચેકઅપ ડાયાબિટીસ-બીપી ટેસ્ટ અને દવાની સુવિધા ઉપલબ્ધ રહે છે.






