ARAVALLIBHILODAGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મહિલા સરપંચો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મહિલા સરપંચો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોના મહિલા સરપંચ અને સભ્યાઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં લિંગ સમાનતા, જાગૃતિ, અને મહિલાઓ માટે ઉપલબ્ધ વિવિધ યોજનાઓ અંગે જાણકારી ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં, 181 હેલ્પલાઇન સેવા અને 112 હેલ્પલાઇન સેવા વિશે ચેતનાબેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમ જ, સખી વન સ્ટોપ સેન્ટર, PBSC સેન્ટર અને કાનૂની સહાય વિશે પણ અવગત કરાવવામાં આવ્યું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિએ કોર્ટ કામગીરી, ઘરેલું હિંસા અધિનિયમ, કામકાજના સ્થળે મહિલાની જાતીય સતામણી અટકાવવાની ધાર્મિક કાયદો, અને બાળ અધિકારો પર વિશદ ચર્ચા કરી. મફત કાનૂની સહાય અંગે પણ માહિતી આપવામાં આવી. ભિલોડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.એ POCSO (પોક્સો એકટ) અને સાયબર ક્રાઈમ અંગે માહિતી આપી, જેથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સજાગતા વધે. ડૉ. ભરતભાઈ પરમાર, સંકલ્પ ડીસ્ટ્રીક્ટ હબના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર, દ્વારા બાલિકા પંચાયતના ઉદ્દેશ્ય અને કાર્યની વિશે પ્રેઝન્ટેશન આપવામાં આવી, જે મહિલાઓની સક્રિય ભાગીદારી અને સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ છે. ગાર્ગીબેન, બાળ વિકાસ અધિકારી, દ્વારા પોષણ આહાર અને આંગણવાડી સેવા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. દહેજ પ્રતિબંધક અને રક્ષણ અધિકારી રમેશભાઈ ચૌધરીએ પંચાયતી રાજમાં મહિલાઓની ભૂમિકા અને જવાબદારીઓ પર વિસ્તૃત ચર્ચા કરી. કાર્યક્રમના અંતે, હસીનાબેન મન્સૂરી, કાર્યક્રમની અધ્યક્ષ, દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને લાભોની વિગતવાર સમજાવટ આપવામાં આવી. કાર્યક્રમના અંતે, ભિલોડા ગ્રામ પંચાયતની બાલિકા પંચાયતની બાલિકાઓને “બાલિકા પંચાયતની પુસ્તિકા ” અને બેઇઝ કીટ આપવામાં આવી. ભિલોડા તાલુકામાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા મહિલા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા. મહિલા સરપંચો અને સભ્યોના પ્રતિભાવો લેવામાં આવ્યા. “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનની પ્રતિજ્ઞા લઈને કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભિલોડા તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓનો સહયોગ પ્રશંસનીય રહ્યો.

Back to top button
error: Content is protected !!