ARAVALLIGUJARATMODASA

મોડાસા કોલેજ કેમ્પસમાં એનએસયુઆઈ દ્વારા ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ ‘ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા કોલેજ કેમ્પસમાં એનએસયુઆઈ દ્વારા ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ ‘ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા મોડાસા મ.લા. ગાંધી કોલેજ કેમ્પસ ખાતે ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ ‘અભિયાન અંતર્ગત યુવાનોમાં જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ડ્રગ્સ વિરોધી સંદેશને સમર્થન આપ્યું.

ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ યુવાનોને ડ્રગ્સના દૂષણ, તેના આરોગ્ય અને ભવિષ્ય પર પડતા ગંભીર પ્રભાવ વિશે વિગતવાર માહિતી આપી અને જીવનમાં નશાથી દૂર રહેવાની અપીલ કરી.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, “નશાની લત માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારને પણ બરબાદ કરી નાખે છે. યુવાનો પોતે નશાથી દૂર રહેવા સાથે પોતાના મિત્રો અને આસપાસના લોકોમાં પણ જાગૃતિ ફેલાવે તે સમયની જરૂર છે.” કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સ મુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે અશરફ સૈયદ, પૂર્વ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, નગરપાલિકા વિપક્ષના નેતા ખાલકભાઈ તેમજ પૂર્વ યુવા પ્રમુખ નિશ્ચલભાઈ પટેલ ઉપસ્થિત રહી યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન મદનીભાઈ મલેક દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નશાના વધતા પ્રભાવ સામે જાગૃતિ લાવી સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!