
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર બરસાના સો.સા. કેશોદ ખાતે યોજાયો હતો. જેમાં મહિલાઓને ઘરેલુ હિંસા એટલે શું? હિંસાના પ્રકારો, ધરેલુ હિંસાથી પીડિત મહિલાઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કયેરીનો સંપર્ક કરી શકે, કાયદાકીય રક્ષણ, રહેઠાણ, ભરણ-પોષણ, બાળકની કસ્ટડી, વળતર, વચગાળાના હુકમો અંગે જાણકારી, કાયદાકીય, રોજગારલક્ષી મહિલાલક્ષી યોજનાકીય માહિતી, પોષણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જો કોઇ વ્યક્તિ જાણી જોઈને ખોટી ફરિયાદ કરે તો તેના પર પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કાર્યક્રમ દરમિયાન વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કેશોદ ખાતે ટ્રેનિંગ લીધેલ બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી.જી. સોજીત્રા, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડ, કોર્પોરેટર શ્રી અસ્મિતાબેન પાંચાણી, પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શ્રી શારદાબેન રાખોલીયા, પૂર્વ CDPO શ્રી કંચનબેન પટોળીયા, DIEW.OS PBSC, VMK. 181 અભયમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




