વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સંસદીય સંકુલ વિકાસ પરિયોજના હેઠળ આજરોજ વાંસદા ખાતે વાંસદા સંકુલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માન. રા. ક. મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, કુંવરજીભાઈ હળપતિ, વલસાડ સાંસદશ્રી ધવલભાઈ પટેલ, સંગઠન મંત્રીશ્રી વી. સતીશ તથા અન્ય જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, મહાનુભાવો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. અને કેન્દ્રીય યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેની કટિબદ્ધતા દર્શાવી હતી. શુભારંભ કાર્યક્રમ બાદ, નવતાડ ગ્રામ પંચાયત નવીનીકરણ મકાનનું લોકાર્પણ પણ કરાયું હતું. જે મનરેગા યોજના હેઠળ રૂ. 18 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે.