GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળા ખાતે આગામી શનિવારના રોજ રામધુન ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

અલખધણી ગૌશાળાના સ્થાપક અંબારામ ભગતની વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે 27 જુલાઈ ને શનિવારના રોજ સવારે 5 વાગ્યાથી રામધુનનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે 7 કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારબાદ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક ભગવતીબેન ગૌસ્વામી, મીલન પટેલ, તબલચી અશોક ગોંડલીયા, શરણાઈ વાદક રજાકભાઈ અને બેન્જો માસ્ટર રાજુભાઈ મકવાણા મારૂતિ સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મ પ્રેમી જનતાને ખલખધણી ગૌશાળા- ગોર ખીજડીયા દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.










