ગિરિમથક સાપુતારા ખાતે ગાંધીનગર જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયુ..
MADAN VAISHNAVDecember 22, 2025Last Updated: December 22, 2025
2 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ગાંધીનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ‘શૈક્ષણિક અને વહીવટી અધિવેશન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. ડાંગ જિલ્લાના પ્રકૃતિધામ સાપુતારા ખાતે આવેલી “હોટલ સેજલ” માં તા. ૧૯ અને ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.અધિવેશનના પ્રથમ દિવસે સાંજે ૫-૩૦ કલાકે પ્રથમ બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે એસ.વી.કે.એમ. ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. કેયુર શાહ અને અતિથિ વિશેષ તરીકે સાંકળચંદ પટેલ એન્જીનિયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. પિયુષકુમાર જે. પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોનું સન્માન અને પ્રાસંગિક પ્રવચનો બાદ સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.બીજા દિવસની બેઠક તા. ૨૦મીના રોજ સવારે ૯-૦૦ કલાકે શરૂ થઈ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ જયપ્રકાશ પી. પટેલ અને પ્રમુખ ભાનુપ્રસાદ એ. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ તબક્કે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર નિવૃત્ત આચાર્યોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.સાથે શ્રેષ્ઠ શાળા સન્માન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.રાજ્ય આચાર્ય સંઘના અન્ય હોદ્દેદારો જેમ કે ભાવનાબા વાઘેલા (મહિલા ઉપ પ્રમુખ), ભરતભાઈ ચૌધરી (મહામંત્રી) અને વિવિધ ઝોનના મહામંત્રીઓએ પણ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સમગ્ર અધિવેશનને સફળ બનાવવા માટે ગાંધીનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ સુરેશભાઈ બી. ચૌધરી, મહામંત્રી સુરેશભાઈ ડી. ચૌધરી, અને અધ્યક્ષ ડૉ. પ્રદિપસિંહ એમ. ચાવડા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં આભાર વિધિ સાથે અધિવેશનનું સમાપન કરવામાં આવ્યું હતુ..