BANASKANTHAGUJARATPALANPUR

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે *જ્ઞાનાવકાસ* શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

22 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજરોજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે વિજ્ઞાન ગુર્જરી, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર તેમજ ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એસોસિએશન (GEDA) ના સંયુક્ત ઉપક્રમે ભારત સરકાર દ્વારા શાળાના બાળકોમાં વૈજ્ઞાનિક તેમજ પર્યાવરણીય અને અવકાશીય. દ્રષ્ટિકોણ વિકશે તે માટે તારીખ 22/ 1/ 2026 ના રોજ *જ્ઞાનાવકાસ* શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.એસ.ડી. સોલંકી સાહેબ ના હસ્તે પ્રદર્શનને યુનિવર્સિટીના તમામ અધિકારીઓ અને વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું. ઈસરોના વિવિધ સેટેલાઈટ અને રોકેટ મોડલ્સ તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી ની ટોય બસ અને GEDA દ્વારા એનર્જી સેવર સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજ્ઞાન ગુર્જરીના જિલ્લા કોઓર્ડીનેટર અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ નિયામક શ્રી ડૉ. કલ્પેશભાઈ ઠાકર સાહેબની વિશેષ ભૂમિકા રહી. દાંતીવાડા તાલુકાના 2000 થી પણ વધુ વિદ્યાર્થીઓ એ પોતાના ગુરુજીઓ સાથે પ્રદર્શન નિહાળ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી તેજસ કુમાર ડી. જોષી, બાયો સાયન્સના એસોસિયેટ પ્રોફેસર ડૉ .ગૌરવ દવે, વિજ્ઞાન ગુર્જરીના જિલ્લા સહસંયોજક ડૉ.આલોક મિશ્રા તેમજ અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!