GUJARATKHERGAMNAVSARI

ખેરગામ રામજી મંદિરે દશેરાના મેળામાં રાવણના પૂતળાનું દહન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

oppo_0

ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં દર વર્ષેની જેમ પરંપરાગત દશેરા નિમિત્તે ખાસ મેળાનું આયોજન રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા કરવામાં આવ્યુ હતું,જેમાં હજારોની સંખ્યામા આજુબાજુના લોકોએ મંદિરના દર્શનની સાથે મેળાનો લાભ લીધો હતો.આ પ્રસંગે રાવણના વિશાળ પૂતળાના દહનનો કાર્યક્રમ વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખ હર્ષદભાઈ આહિર હસ્તે કરવામાં આવ્યો હતો. હર્ષદભાઈ આહીર દ્વારા સૌપ્રથમ ભગવાનની આરતી ઉતારી રાવણનો વધ કરવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આ વર્ષથી હર્ષદભાઈ આહીર પ્રથમ વાર રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું .જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થાય છે. આ પ્રસંગે રામજી મંદિરના ટ્રસ્ટ દ્વારા ખેરગામ પીએસઆઇ ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો જેમને નવ દિવસ નોરતામાં અને રાવણ દહન સુધી ખેડે પગે ઊભા રહી ફરજ બજાવી હતી.

Back to top button
error: Content is protected !!