GUJARATMAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું.

*મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.*

*અમિત શાહ હાય હાય અને મહીસાગર જિલ્લા કલેકટર હાય હાય ના નારા લગાવ્યા*

રિપોર્ટર… મહીસાગર :- અમીન કોઠારી

 

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી બાબા સાહેબ આબેડકર વિશેના નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે મહિસાગર જિલ્લા ના બાલાસિનોર માં રાષ્ટ્રીય દલિત એકતા મંચ દ્વારા આંબેડકર ની પ્રતિમા પાસે એકત્રિત આગેવાનોએ ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળા દહન કરવામાં આવ્યું . પોતાના હાથોમાં અમિત શાહ અને મહિસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યાં હતા.

 

દિલ્હીમાં ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા સાહેબ આબેડકર વિશે નિવેદન કરવામાં આવ્યું હતું. જે નિવેદનનો વિરોધ નોંધાવવા આજે મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રાષ્ટ્રીય દલિત એકતા મંચ ના આગેવાનો દ્વારા પૂતળાં દહન કાર્યક્રમ યોજ્યા હતો. ત્યારબાદ અમિત શાહ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવ્યાં હતા. ત્યારબાદ પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય દલિત એકતા મંચ ના આગેવાનો રેલી સ્વરૂપે બાલાસિનોર નવી વસાહત થી બસ સ્ટેન્ડ પાસે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે સુત્રોચાર કરતા કરતા પહોચ્યા હતા.સમગ્ર ઘટના અંગે અમિત શાહ માંફી માગે તેવી માંગ દર્શાવી હતી

Back to top button
error: Content is protected !!