મહીસાગર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ થકી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિનો પ્રયાસ
અમીન કોઠારી મહીસાગર…
તા.૨૪/૯/
મહીસાગર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વિવિધ પ્રવુતિ થકી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિનો પ્રયાસ
“સ્વચ્છતા હી સેવા” માનવ સાંકળ રચીને સૌને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટેનો સંદેશો આપતા શાળાના બાળકો
મહીસાગર જિલ્લામાં તા ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલ “સ્વચ્છતા હી સેવા (SHS)“ અભિયાનના વિવિધ કાર્યક્રમો થકી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ, સામુહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જનસહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે. જિલ્લાના શહેરોના મુખ્ય સ્પોટથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજારો, નદી, તળાવ આવી તમામ જગ્યાઓએ અભિયાન દરમિયાન સફાઈ કરવામાં આવનારી છે.
જે અંતર્ગત આજે લુણાવાડા ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત માનવ સાંકળ રચીને સૌને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટેનો સંદેશો આપ્યો હતો. જેમાં એસ કે હાઈસ્કુલ શાળાના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, નગરપાલીકા કર્મચારીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.