સુરત પાલનપુર જકાતનાકા મકરસંક્રાંતિ પર્વ દિવસે શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરની ૨૫ મી સાલગીરી આયોજન કરવામાં આવ્યું

17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મોટી સંખ્યામાં શિવ ભક્તોએ જાહેર ભોજન ભંડારો પ્રસાદ લીધો.પાલનપુર જકાતનાકા પાસે પ્રશાંત સોસાયટી, વિભાગ-૨ સ્થિત શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરની ૨૫ મી સાલગીરી નિમિત્તે તારીખ ૧૩ મી ના રોજ ભવ્ય લોક ડાયરા નું તેમજ ૧૪ મી ના રોજ જાહેર ભોજન ભંડારો નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ દૂધેશ્વર મહાદેવના દર્શન કરીને આ જાહેર ભંડારા ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. દૂધેશ્વર મહાદેવ મંદિર ની સ્થાપના વિક્રમ સંવત ૨૦૫૬ પોષ સુદ ૭ ( સાતમ ) શુક્રવાર તા-૧૪/૦૧/૨૦૦૦ ના રોજ થયેલ. જ્યારે ૧૪ મી જાન્યુઆરી ઉતરાયણ ( મકરસંક્રાંતિ ) પર્વ પર ૨૫ વર્ષ પૂર્ણ થતા મંદિરના આયોજક પૂજારી મહંતશ્રી મનીષગીરીબાપુ તથા સમસ્ત પ્રશાંત સોસાયટી તેમજ સેવકગણ દ્વારા ૨૫ મી સાલગિરી નિમિત્તે દૂધેશ્વર મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવ નો ફૂલો, ફુગ્ગા, દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો. અને ડાયરા સાથે શિવભક્તો માટે જાહેર ભોજન ભંડારો આયોજન કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ બાબતે જીગરભાઈ રાવલ એ જણાવ્યું હતું




