સંતરામપુર તાલુકાના કુંડા ગામે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુંડા ગામ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયો.
અમીન કોઠારી મહીસાગર
તા.૨/૧૧/૨૪
શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં માનગઢ ઈકોવેલી પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શિકા શિબિર યોજાઈ.
માનગઢ ઈકોવેલી પ્રોજેક્ટ અંતર્ગત કુંડા અને ભમરી ગામમાં લગભગ ૧૪ કરોડથી વધુના વિકાસ કાર્યો કરાશે – શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર…
પશુપાલન ખાતુ ગાંધીનગર, પશુપાલન શાખા મહીસાગર, તાલુકા પંચાયત સંતરામપુર અને પશુ દવાખાનું સંતરામપુર દ્વારા જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને પ્રાયોજના વહીવટદાર ની કચેરી ટ્રાયબલ એરિયા સબપ્લાન દ્વારા બંધારણની કલમ ૨૭૫(૧) હેઠળ માનગઢ ઇકોવેલી પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શિકા શિબિર કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં સંતરામપુર તાલુકાના કુંડા ગામ ખાતે કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, માનગઢ ઇકોવેલી પ્રોજેક્ટ અંતર્ગત કુંડા અને ભમરી ગામમાં મરઘાં ઉછેર કેન્દ્ર, બકરા યુનિટ, દુધાળા પશુઓ, ઓર્ગેનિક કૃષિ, ઇરીગેશન, એગ્રો ફોરેસ્ટ અને કિસાન હાટ માટે લગભગ ૧૪ કરોડના વિકાસના કામો કરવામાં આવશે. જેનાથી ખેડૂતો આત્મનિર્ભર અને પગભર બનશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક ખેડૂતોએ હવે પાછું પ્રાકૃતિક કૃષિ તરફ વળી જંતુનાશક દવા અને ખાતરથી થતી બીમારીઓથી બચીએ અને ખેતરમાં પ્રાકૃતિક રીતે શાકભાજીનુ વાવેતર કરી તેનું વેચાણ કરીએ અને આ શાકભાજી બહાર વેચવા નાં જાવું પડે તેના માટે કિસાન હાટ બનાવવમાં આવશે જેનાથી લોકો અહીંયા આવી બજાર ભાવથી વધુ ભાવે શાકભાજી લઈ જશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ, પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, નાયબ પશુપાલન નિયામક એમ જી ચાવડા, સંતરામપુર મામલતદાર સહિત સરપંચઓ
અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.