
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ભાજપની સત્તાધારી જિલ્લા પંચાયતમાં ડખો જોવા મળ્યો,જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સામે મનસ્વી વહીવટનો આક્ષેપ
અરવલ્લી જીલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહીત સદસ્યોં એ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી સહીત (DDO )ને લેખિત જાણ કરતા જણાવ્યું હતું કે તમામ શાખાના અધિકારીઓ દ્વારા મનરવી વહીવટ થતો હોઈ – કોઇપણ બાબતમાં સંકલન ન થતું હોઈ હવેથી જીલ્લા પંચાયતની તમામ મીટીંગોમાં જિલ્લા પંચાતના તમામ સદસ્યઓ કોઇપણ પ્રકારની મીટીંગ રાખવાના નથી. અને હવેથી જીલ્લા પંચાતના કોઇપણ કાર્યક્રમમાં પ્રમુખને/ચેરમેનઓને અને સદસ્યઓને કોઇપણ પ્રકારની જાણ ના કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત જાણ કરાઈ હતી
હવે અરવલ્લી જિલ્લામાં એક નવી વાત વેગે ચડી છે અને મામલો હવે જિલ્લા વિકાસ અધિકારી સામે આવ્યો છે જેમાં ભાજપશાહી ભાજપની સત્તાધારી જિલ્લા પંચાયતમાં ડખો જોવા મળ્યો છે જેને લઇ અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ સહીત સદસ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ પેદા થયો. પ્રમુખના જણાવ્યા અનુસાર આગામી ૨૭ માર્ચે યોજાનાર સમાન્ય સભા રદ કરવા થઈ રજુઆત કરાઈ છે બજેટ માટે યોજાનાર સમાન્ય સભાનો બહિષ્કાર કરવાની પણ ચર્ચાઓ જામી છે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સામે મનસ્વી વહીવટનો આક્ષેપ કરાયો છે ભાજપના જી.પં.સદસ્યો સાથે સંકલન નહીં રખાતા હોવાનો પણ આક્ષેપ ઉઠ્યા છે ડીડીઓને મળીને જી.પં.સદસ્યોએ લેખિતમાં કરી જાણ કરી તમામ સદસ્યો જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે જિલ્લા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ,ચેરમેનો અને સદસ્યો તમામ મીટિંગનો બહિષ્કાર કરશે વધુમાં બદલીઓ સહિતની કામગીરીમાં સંકલનના અભાવનો પણ આક્ષેપો કરવામાં આવ્યા છે




