GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા “પ્લાસ્ટિકમુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત યોજાયેલી ચેકિંગ ઝુંબેશ

તા.૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jetpur: પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિ વધારવા અને પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલા ‘‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા ‘‘Ending Plastic Pollution” થીમ હેઠળ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

નગરપાલિકાના કર્મચારીઓની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. ચેકિંગ દરમિયાન સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી દુકાનો અને સ્થળોની ઓળખ કરીને, ત્યાંથી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે નિયમોનો ભંગ કરનાર આસામીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અભિયાન દરમિયાન અખાદ્ય બ્રેડના પેકેટો પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને આવો વાસી માાલ વેચનાર વ્યક્તિને રૂ. 500નો દંડ કરાયો હતો. નગરપાલિકા દ્વારા વેપારીઓ અને નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને કાપડ, કાગળ તથા પુનઃપ્રયોગી થેલીઓનો ઉપયોગ કરે.

Back to top button
error: Content is protected !!