
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની બાગાયત મહાવિદ્યાલય હસ્તકના સ્નાતક કક્ષાના અભ્યાસ ક્રમો પૈકી ૭માં સત્રમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ દ્વારા ELP (Experimental learning program) અંતર્ગત જુદી જુદી સર્જનાત્મક પ્રવૃતિઓ જેમ કે ડ્રાય ફ્લાવર પ્રોડક્ટ, શાકભાજી ઉત્પાદન, નર્સરીના રોપાઓનું ઉત્પાદન, ફૂલનું ઉત્પાદન વગેરે કરવામાં આવે છે.આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ કૃતિઓનું એક્ઝીબીશન કમ સેલ ફુલ મેજિક ૨.૦ કાર્યક્રમ તા.૨૦ અને તા.૨૧ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમમાં યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમજ ઉદ્ઘાટક તરીકે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા તેમજ યુનિવર્સીટીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શન સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે તા. ૨૦ ડીસેમ્બરના રોજ ખુલ્લું મુકવામાં આવશે. આ ઉત્કૃષ્ટ કૃતિઓને નિહાળવા તેમજ તેને ખરીદીને ઘર, ઓફીસ અને કાર્ય ક્ષેત્રની શોભા વધારવા નાગરીકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






