GUJARATMEHSANAVISNAGAR

વિસનગર ઘટકના કંસારાકુઈ દ્વારા મિલિયેટ્સ વાનગીનું પ્રદર્શન સ્ટોલ મર્ચન્ટ કોલેજ ખાતે યોજાયો.

પશુપાલક અને ખેડૂત ભાઈઓ બહેનોને માહિતી પુરી પાડવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વિસનગર

 

સંકલિત બાળ વિકાસ યોજના વિસનગર સેજો કંસારાકુઈની મિલેટ્સ વાનગીનુ પ્રદર્શન યોજાયો હતો.
વિસનગર તાલુકાના બાસણા ખાતે મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન માં સંકલિત બાળ વિકાસ યોજના વિસનગર ઘટકના કંસારાકુઈ સેજા દ્વારા મિલિયેટ્સ વાનગીનું પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યો હતો.

મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે તેમજ ગુજરાત રાજ્ય કૃષિ ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ અને “આત્મા” પ્રોજેક્ટના ડાયરેક્ટર તેજલબેન શેઠે અન્ય સ્ટોલ સાથે આ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. જેમાં પશુપાલક અને ખેડૂત ભાઈઓ બહેનોએ રસ પૂર્વક માહિતી મેળવી હતી.

કંસારાકુઈના આ સ્ટોલમાં ટેક હોમરાસન અને મિલેટ્સ માંથી બનાવેલ વિવિધ વાનગીઓના પ્રદર્શનને લોકોએ જોઈ હતી એમ કંસારાકુઈ ઘટક ના મુખ્ય સેવિકા ચૌધરી બીનાબેને જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!