GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વોટસન મ્યુઝિયમ ખાતે ગુજરાતના પ્રાચીન પરંપરાગત દરવાજાની તસવીરોનું પ્રદર્શન યોજાશે

તા.૧૭/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વઢવાણ, સિધ્ધપુર પાટણ સહિત સ્થળોની પ્રાચીન ઝલક નિહાળવા તા.૧૮થી તા.૨૦ સુધીમાં વોટસન મ્યુઝિયમની મુલાકાત લો

Rajkot: વોટસન મ્યુઝિયમ રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રિય મ્યુઝિયમ દિનની ઉજવણી કરાશે. જે અંતર્ગત રાજકોટના તસવીરકાર એશ્કોલ મોઝિસના કેમેરામાં કંડારાયેલ

જેસલમેર તેમજ ગુજરાતના પ્રાચીન પરંપરાગત દરવાજાની તસવીરોનું પ્રદર્શન યોજાશે. જેમાં વઢવાણ, સિહોર, સિધ્ધપુર પાટણના પ્રાચીન મકાનો, હવેલીઓ, મંદીરોના ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવા મળશે. કલાત્મક દરવાજાઓની તસવીરોનું પ્રદર્શન તા.૧૮ થી ૨૦મે સુધી ગોઠવવામાં આવશે.

ગુજરાત સરકારશ્રીના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો દર્શાવવા અને સંસ્કૃતિના વારસારુપ કલાત્મક નમુનાઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય, લોકોનો કલા પ્રવૃતિમાં રસ ઉત્પન્ન થાય એ હેતુથી આંતરરાષ્ટ્રિય મ્યુઝિયમ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

આ પ્રસંગે મ્યુઝિયમની મુલાકાતે આવેલા મુલાકાતીઓ માટે દરરોજ સાંજે ૪ કલાકે મ્યુઝિયમની ડોક્યુમેંટરી ફિલ્મ દર્શાવવામાં આવશે.

આંતરરાષ્ટ્રિય મ્યુઝિયમ દિનની ઉજવણી અંતર્ગત આયોજીત કલાત્મક દરવાજાઓની તસવીરોનું પ્રદર્શન નિહાળવા રાજકોટની કલાપ્રિય જનતાને જાહેર આમંત્રણ છે.

Back to top button
error: Content is protected !!