
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના બોરસી વળાંકમાં બાઇક સ્લીપ મારતાં ત્રણ યુવકો ને ગંભીર ઇજાઓ : સારવાર દરમિયાન એક યુવકનુ મોત
મેઘરજ તાલુકાના પંચાલ ગામના ત્રણ યુવકો લગ્ન પ્રસંગમાં જઇ રાત્રે બાઇક પર ઘરે આવી રહ્યા હતા તેવામાં રસ્તામાં બાઇક સ્લીપ મારી જતાં ત્રણે યુવકોને ગંભીર ઇજાઓ પહોચી હતી જેમાં એક યુવકનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ
પંચાલ ગામના યોગેશભાઇ મેણાત.લાલાભાઇ ગામેતી.બીપીન ગામેતી ત્રણે યુવાનો રાંલા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા રાત્રે ત્રણે યુવકો લગ્ન પ્રસંગમાં હાજરી આપી બાઇક પર પોતાના ઘરે પંચાલ ગામે પરત આવવા નીકળ્યા હતા લાલાભાઇ ગામેતી બાઇક ચલાવતો હતો ત્યારે બોરસી ગામના વળાંકમાં બાઇક સ્લીપ મારી જતાં ત્રણે યુવકો રોડ પર પટકાયા હતા ત્રણે યુવકોને ગંભીર ઇજાઓ પહોચતાં ૧૦૮ મારફતે મેઘરજ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં યોગેશ મેણાતને વધુ સારવાર અર્થે મોડાસા તેમજ ત્યાંથી અમદાવાદ ખાતે રીફર કરાયો હતો જ્યાં યોગેશ મેણાત ઉ.વ.૨૭ સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યુ હતુ મ્રુતકના પિતાએ મેઘરજ પોલીસમાં બાઇક ચાલક લાલા મગન ગામેતી રહે.પંચાલ તા.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી




