નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશબંધી
MADAN VAISHNAVJanuary 23, 2025Last Updated: January 23, 2025
2 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે તા.૨૭/૦૧/૨૦૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધીના દિવસ દરમિયાન રોજ સવારના ૬-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી આહવા-ડાંગ જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની ફાયરીંગ પ્રેકટીસ યોજાશે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી.ઝાલાએ એક જાહેરનામાં દ્વારા ફાયરીંગ પ્રેકટીસ દરમિયાન આજુબાજુના રહીશો તેમજ બહારના કોઇ અનઅધિકૃત વ્યકિતઓને ફરવા કે ઢોરઢાંખરને ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
«
Prev
1
/
98
Next
»
આયુષી મકાસણાને MMC@1 તહેત કમિશનર તરીકે પ્રતિકાત્મક ફરજ બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા
હાઇ ટેન્શન લાઇનના મોટા ટાવર બેસાડવાથી ખેતી લાયક જમીનનો મોટો હિસ્સો બગડે છે. : રાસંગપર ગામના ખેડતો