GUJARAT
સાધલી શાળામાં રોબેકો પ્રાઇવેટ કંપની દ્વારા બાળકો ને સાયકલો વિતરણ કરાયું જ્યારે બીજી તરફ સરકારી સાયકલો ધૂળ.કાટ ખાઈ રહી છે.
ફૈઝ ખત્રી...શિનોર સાધલી પ્રાથમિક શાળા માં 8 માં ધોરણ માં અભ્યાસ કરતા 73 બાળકો ને કેનેરા રોબેકો પ્રાઇવેટ કંપની ના સી એસ આર ફંડ માંથી સાઇકલ નું વિતરણ કરવામાં આવ્યું. રોબેકો પ્રાઇવેટ કંપની દ્વારા શિનોર તાલુકા ની આનંદી પ્રાથમિક શાળા માં 53, શિનોર શાળા માં 147 જ્યારે સાધલી પ્રાથમિક શાળા માં 73 સાયકલો કરાઈ બાળકો ને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, BRC કો ઓડીનેટર , શાળા આચાર્ય, કંપની મેનેઝર ચિરાયું પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતાં એક તરફ સરકારી સાયકલો તંત્ર ના પાપે ધૂળ તેમજ કાટ ખાઈ રહી છે ત્યારે બીજી તરફ કેનેરા રોબેકો પ્રાઇવેટ કંપની ના કંપનીના સી એસ આર ફંડ માંથી પ્રાથમિક શાળાઓ ના બાળકો ને સાઇકલ વિતરણ કરાવતા બાળકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો.




