GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની બહાદુરગઢ શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા યુનિફોર્મ અર્પણ

MORBI:મોરબીની બહાદુરગઢ શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા યુનિફોર્મ અર્પણ

 

 

મોરબીની ભૂમિ દિલેર દાતાઓની ભૂમિ છે,લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમજ જરૃરિયાતમંદ લોકોને પોતાના રળેલા રૃપિયામાંથી. દાન અર્પણ કરવા માટે જાણીતા છે,મોરબીના લોકો પોતાની પરસેવાની કમાણી પર સેવા માટે વાપરવામાં જરાય પાછી પાની કરતા નથી ત્યારે અત્રેની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને” DHYANSH LAMINETS “(બહાદુરગઢ) દ્વારા કિશનભાઇ બાવરવા વરદ હસ્તે સરસ મજાનો કલરફુલ સ્કૂલ યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા,શાળા તરફથી પ્રિન્સિપાલ પ્રદિપભાઈ કુવાડીયા દ્વારા દાતાશ્રીને ઋણ સ્વીકાર રૂપે પુસ્તક તેમજ આભારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને સુંદર મજાનો યુનિફોર્મ મળતાં ખુશખુશાલ થઈ ગયા અને એમના ચહેરા પર ચમક અને ભણવામાં રોનક આવી ગઈ.

Back to top button
error: Content is protected !!