GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકામાં “સંગઠન સુજન અભિયાન” અંતર્ગત કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઇ 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત “સંગઠન સુજન અભિયાન” અંતર્ગત આજે ખેરગામ તાલુકામાં એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ નવસારી જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. પ્રમુખપદ માટે ઇચ્છા ધરાવતા અને સંગઠન માટે કામગીરી કરવાના ભાવ સાથે ઉમેદવારી દર્શાવનારા આગેવાનોના નામોનું ચકાસણી કરવામાં આવ્યું, જેમાં નીચેના નામોનો સમાવેશ થાય છે:

૧)શ્રી શશિન પટેલ (ખેરગામ)

૨)શ્રી ધર્મેશ પટેલ (ખેરગામ)

૩)શ્રી વિજય પટેલ (વડપાડા)

૪)શ્રી સુભાષભાઈ પટેલ (નાધેઈ)

૫)શ્રી ધર્મેશ પટેલ (બહેજ)

મિટિંગ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી નિમાયેલા નિરક્ષકો શ્રી અસલમભાઈ (સાયકલવાળા) અને શ્રી અજયભાઈ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ કાર્યકરો સાથે સજીવ વાતચીત કરીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું.મહત્વપૂર્ણ રીતે, ખેરગામ તાલુકાના વિવિધ વિસ્તારોથી મોટી સંખ્યામાં  કાર્યકરો મિટિંગમાં હાજર રહ્યા હતા. સૌએ સંગઠનના ભવિષ્યમાં સક્રિય અને જવાબદાર ભૂમિકા નિભાવવાની ઈચ્છા વ્યક્ત કરી.આ બેઠક ખેરગામ તાલુકામાં કોંગ્રેસ સંગઠનને પુનઃ મજબૂત બનાવવા દિશામાં એક ઊંડો અને અસરકારક પગલું સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!