
ઊંઝા બ્રહ્મણ વાડા હાઇવે ચેક પોસ્ટ ઉપર એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો રૂ ૩૭,૩૮,૦૪૮/- નો વિદેશી દારૂ જડપી પાડયો એક ઈસમ ની અટકાયત કરી
ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઊંઝા બ્રાહ્મણ વાડા હાઇવે ચેક પોસ્ટ ઉપર એલસીબી પોલીસે ખાનગી બાતમી ના આધારે વોચ ગોઠવી રૂપિયા ૩૭,૩૮,૦૪૮/- નો વિદેશી દારૂની બોટલો ઝડપી કુલ રૂપિયા કન્ટેનર સાથે રૂ.૬૨,૪૩,૦૪૮/- મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે એલસીબી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના આદેશ મુજબ ઊંઝા પોલીસ મથક ના હદ વિસ્તાર માં એલસીબી પોલીસ પેટ્રોલીંગ મા હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે ઊંઝા બ્રાહ્મણ વાડા હાઇવે ચેક પોસ્ટ ઉપર એક કન્ટેનર મા વિદેશી દારૂ નો જથ્થો ભરી પસાર થઈ રહ્યો છે. પોલીસે બાતમી મુજબ વોચ ગોઠવી કન્ટેનર ની તપાસ કરી વિદેશી દારૂ ની બોટલો ની ૧૫૩૧૨ કુલ પેટી૮૮૨ રૂપિયા ૩૭,૩૮,૦૪૮/- નો માલ ઝડપી કન્ટેનર મોબાઈલ સાથે રૂપિયા ૬૨,૪૩,૦૪૮/- નો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમ જાખડ જાટ હરીશ હેમા રામની અટકાયત કરી દારૂ મોકલનાર સુરેન્દ્રસિંહ અને દારૂ મંગાવનાર સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



