GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે અંગદાનના શપથ લેતા રૂડા ઓફિસના કર્મયોગીઓઃ વૃક્ષારોપણ અને છોડ વિતરણ પણ કરાયું

તા.૧૮/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: અંગદાનથી લોકોને નવું જીવન મળે છે, અને અંગદાન પ્રાપ્ત કરનારને સંસારમાં જીવન જીવવાની પ્રેરણા મળી રહે છે. જો મનુષ્ય ધારે તો નવું જીવન પોતાના અંગો થકી બીજાને આપી શકે છે.
આવી જ ઉદાત્ત માનવીય ભાવના સાથે રાજકોટ રૂડા ઓફિસના કર્મયોગીશ્રીઓએ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન આપવાનો નિર્ણય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે કર્યો હતો. જેમાં રૂડા ઓફિસના કર્મયોગીશ્રીઓએ અંગદાન કરવાના શપથ લઈને વડાપ્રધાનશ્રીને અનેરી ભેટ આપી છે. ઉપરાંત, ઓફિસના કર્મયોગીઓએ પોતાના ઘરે વૃક્ષારોપણ કર્યું અને છોડનું વિતરણ પણ કર્યું હતું.







