
નરેશપરમાર.કરજણ,

દેથાણ ગામની શિવ લહેરી હોટલ ઉપરથી તેલ ચોરીનું કૌભાંડ જડપાયું
કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે આવેલી શિવ લહેરી હોટલના કમ્પાઉન્ડમાંથી ટેન્કરમાંથી ખાદ્યતેલ કાઢતા બે ઝડપાયા
કરજણ પોલીસના જવાનો ડાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીઆઈ એ કે ભરવાડને મળેલી બાતમીના આધારે પોલીસ શિવ લહેરી ડોટલના કંપાઉન્ડમાં પહોંચી હતી. જ્યાં અન્ય વાહનોની આડમાં ઉભેલ એક ટેન્કરના વાલ્વમાંથી તેલ કઢાતું હતું. પોલીસે ત્યાં હાજર ટેન્કર ડ્રાઈવર લુણારામ પન્નારામ ચૌધરી રહે. કરનાડા તા.ચોડટન જિ.બારમેડ રાજસ્થાનને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, ટેન્કરમાં ભુજ સમખ્યાળીથી સોયાબીન ખાદ્યતેલ -ભરીને તે સુરત જતો હતો. ટેન્કરમાંથી ખાદ્યતેલ કાઢીને તે શિવ લહેરી હોટલના માલિક અશોકકુમાર વિજારામ બિશ્નોઈ રહે.રાજસ્થાન હાલ રહે શિવ લહેરી હોટલ દેથાણ તા. કરજણને આપતો હતો.પોલીસે સ્થળ પરથી ૩ ડબ્બા ભરેલ તેલ અને એક ડબ્બો અડધો ભરેલ તેલ આમ કુલ 53 લિટર સોયાબીન ખાદ્યતેલ કિંમત રૂા.6360 તથા બે મોબાઈલ રૂા.20,000 આમ કુલ મળીને 26,360ના મુદ્દામાલ સાથે ટેન્કર ડ્રાઈવર લુણારામ ચૌધરી તેમજ શિવ લહેરી ડોટલના કર્મચારી ભરત નટવરભાઈની ધરપકડ કરી હતી. જ્યારે ડોટલ માલિક અશોકકુમાર બિશ્નોઈ ભાગી જતાં પોલીસે ૩ સામે ગુનો નોંધી તપાસ ડાથ ધરી હતી.




