
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલાના ખાખબાઈ ગામના એક વૃદ્ધ ખેડૂત પાણીમાં ડૂબતા મોત
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના 60 વર્ષીય ખેડૂત જેરામભાઈ દેવશીભાઈ હડીયાનો મૃતદેહ ધાતરવડી નદીમાંથી મળી આવ્યો છે. જેરામભાઈ ગઈકાલે સવારે 10 વાગ્યે વાડી વિસ્તારમાંથી ઘરે પરત ફર્યા ન હતા. તેઓ ધાતરવડી ડેમના દરવાજાથી 200 મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાંથી ગુમ થયા હતા.દિવસભરની શોધખોળ બાદ મોડી રાતે રાજુલા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના એ.ટી.ડી.ઓ. અને તલાટી મંત્રી ખાખબાઈ ગ્રામ પંચાયત પહોંચ્યા હતા. ગ્રામજનો પાસેથી માહિતી મેળવીને નદી કાંઠાના વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ખાખબાઈ ગામની નજીક આવેલા ધાતરવડી ડેમના દરવાજા છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે ખુલ્લા છે. નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે વહેલી સવારે જેરામભાઈનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો. રાજુલા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે
આ ધટના જાણ ખાખબાઇ ગામના
ઉપસરપંચ ભરતભાઈ જાલંધરા, સરપંચ સવાભાઈ,જાદવભાઈ હડિયા, માધુભાઈ લાડુમોર,અશોકભાઈ જાલંધરા , નાગજીભાઈ કાતરિયા ,નરશીભાઈ હડિયા સહિત અનેક લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા ..




